. *🙏🏻નમસ્કાર🙏🏻*
તા. 7-3-19 થી બોર્ડની પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે , ઘણા વિદ્યાર્થીઓ નર્વસ થઈ જશે , વિદ્યાર્થી મિત્રો પરીક્ષા ડરવાનો નહીં આનંદ ઉઠાવવાનો ઉત્સવ છે , જો આખું વર્ષ મહેનત કરી હોય અને ડર રાખો અને પરિણામ બગડે તો બાર માસની મહેનત ઉપર પાણી ફરી જાય તો ડર્યા વગર આપણું શ્રેષ્ઠ આપવાનું છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. તો ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને એક શિક્ષક તરીકે થોડી ટીપ્સ આપવા ઇચ્છીશ.
✍🏻 1 - દરેક વિદ્યાર્થીએ દરેક પેપરના અગાઉના દિવસે જે પણ વિષયનું પેપર હોય તેના પુનરાવર્તન માટે એક દિવસનું નાનું આયોજન કરવું. ધારોકે કુલ 10 કલાક વાંચવાનું હોય તો તેમાં કુલ વાંચનને એ સમયમાં આયોજિત કરવું જેથી પેપર અગાઉ બધુજ પુનરાવર્તન થઈ જાય અને કાઈ પણ રહી ના જાય.. ટૂંકમાં પેપરના અગાઉના દિવસના સમયનો ઉપયોગ કરી સંપૂર્ણ પુનરાવર્તન કરવું પરંતુ પેપરની બ્લુપ્રિન્ટ ધ્યાનમાં રાખી એ મુજબ વાંચન કરવું.
✍🏻 2 - પેપરના દરમીયાનનું પણ સમયનું મેનેજમેન્ટ કરીને જવું અને તે મુજબ પેપર લખવું જેથી 3 કલાકમાં પેપર કોઈ પણ સ્ટ્રેસ વગર પૂર્ણ થાય.. ધારોકે 5 વિભાગ છે તો કેટલા સમયમાં કયો વિભાગ પૂર્ણ કરવો તેનું આયોજન હોવું જોઈએ. જે માટે પરીક્ષા દરમિયાન કાંડા ઘડિયાળ અવશ્ય લઈ જવી.
✍🏻 3 - પેપર આપ્યા પહેલા કે પછી લખેલા પ્રશ્નોના જવાબ કે ગુણ અંગે કોઈ ચર્ચા મિત્રો કે શિક્ષક પાસે ના કરવી. માત્ર બીજા દિવસના વિષયને જ લક્ષમાં રાખવો.
✍🏻 4 - ઘરેથી નીકળતા પહેલા પેન પેન્સિલ વગેરે ચાલુ કંડીશનમાં છે કે નહીં તે ચેક કરી લેવી તથા પેપર મુજબ જરૂરી સાધન સામગ્રી, રિસીપ્ટ, વગેરે ચેક કરી લેવી અને પછી જ ઘર છોડવું.
✍🏻 5 - રિસીપ્ટ પાછળ વાલીનો નંબર લખી રાખવો અને 4-5 ઝેરોક્સ અલગ અલગ જગાએ મુકી રાખવી, કદાચ રિસીપ્ટ ઘરે રહી જાય તો બેબાકળા ના બનવું હાજર નિરીક્ષકને વાલીનો ફોન નંબર આપવો અને ઘરેથી મંગાવી લેવી અને ત્યાં સુધી તમને પેપર લખવા દેશે , કોઈ વ્યક્તિ તમને કલાસ બહાર કાઢી શકે નહીં.
✍🏻 6 - પરીક્ષા દરમિયાન ખોરાક હળવો લેવો અને ભૂખ કરતા ઓછું ખાવું અને ફાસ્ટફૂડ કે વાસી ખોરાક પણ શક્ય ત્યાં સુધી ના લેવો, દિવસ દરમીયાન પાણી વધુ પીવું.
✍🏻 7 - રાત દરમિયાન 8 કલાકની ઊંઘ જરૂરી છે કે જેથી તબીયત ઉપર વિપરીત અસર ના થાય , સાથે સાથે એક જ બેઠકે કલાકથી વધુ વાંચવુ નહિ , વચ્ચે વચ્ચે relax થવું જરૂરી.
✍🏻 8 - પરીક્ષા દરમીયાન relax થવા ભારે રમતો કે ભારે કસરતો કે સામાજિક ચર્ચાઓથી દૂર રહેવું.
✍🏻 9 - વાંચવાના સ્થળે કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણ ટીવી કે મોબાઈલ ના હોવો જોઈએ.
✍🏻 10 - વાંચવા બેઠા પહેલા ઊંડા શ્વાસ લઈ બેસવું અને જો મન વિચારે ચઢે તો તુરંત 2 મિનિટ આંખો બંધ કરી ઊંડા શ્વાસ લઈ પછી ફરી બેસવું.
✍🏻 11 - પરીક્ષા દરમિયાન કોઈ મિત્રોની ટીખળ કરવી નહિ અને ટીખળ કરનાર મિત્રોથી દૂર રહેવું એ મન ભટકાવી શકે છે અને એકાગ્રતામાં વિચલિત કરી શકે છે.
✍🏻 12 - પેપર તૈયારી કરેલ પૈકીનું હોય કે તૈયાર કર્યા બહારનું હોય એક પણ માર્કસનું પેપર છોડવું નહિ. આવડતું પહેલા પૂર્ણ કરી બાકીનું એ અંગેના અન્ય વાંચેલા જવાબના તર્ક ઉપરથી બનાવવા પરંતુ પેપર કોરું છોડવું નહિ.
✍🏻 13 - શક્ય હોય તો પેપરના એક કલાક પહેલાં વાંચન પૂર્ણ કરી દેવું .
✍🏻 14 - પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરી માતાપિતા ગુરુજનોના આશિષ લઈ પરીક્ષા માટે નીકળવું અને પેપરમાં પોતાનું બેસ્ટ આપવા પ્રયત્ન કરશો કારણ બાર માસની મહેનત એળે ના જાય એ ખાસ ધ્યાનમાં રાખી પેપર લખવું. પરિણામ ધાર્યા મુજબ મળશે જ.
*best luck to board students ......

No comments:
Post a Comment