Creator

Creator
Jayanti I Parmar

Monday, April 30, 2018

_पिकासो (Picasso) स्पेन में जन्मे एक अति प्रसिद्ध चित्रकार थे। उनकी पेंटिंग्स दुनिया भर में करोड़ों और अरबों रुपयों में बिका करती थीं...!!_

_एक दिन रास्ते से गुजरते समय एक महिला की नजर पिकासो पर पड़ी और संयोग से उस महिला ने उन्हें पहचान लिया। वह दौड़ी हुई उनके पास आयी और बोली, 'सर, मैं आपकी बहुत बड़ी फैन हूँ। आपकी पेंटिंग्स मुझे बहुत ज्यादा पसंद हैं। क्या आप मेरे लिए भी एक पेंटिंग बनायेंगे...!!?'_

_पिकासो हँसते हुए बोले, 'मैं यहाँ खाली हाथ हूँ। मेरे पास कुछ भी नहीं है। मैं फिर कभी आपके लिए एक पेंटिंग बना दूंगा..!!'_

_लेकिन उस महिला ने भी जिद पकड़ ली, 'मुझे अभी एक पेंटिंग बना दीजिये, बाद में पता नहीं मैं आपसे मिल पाऊँगी या नहीं।'_

_पिकासो ने जेब से एक छोटा सा कागज निकाला और अपने पेन से उसपर कुछ बनाने लगे। करीब 10 मिनट के अंदर पिकासो ने पेंटिंग बनायीं और कहा, 'यह लो, यह मिलियन डॉलर की पेंटिंग है।'_

_महिला को बड़ा अजीब लगा कि पिकासो ने बस 10 मिनट में जल्दी से एक काम चलाऊ पेंटिंग बना दी है और बोल रहे हैं कि मिलियन डॉलर की पेंटिग है। उसने वह पेंटिंग ली और बिना कुछ बोले अपने घर आ गयी..!!_

_उसे लगा पिकासो उसको पागल बना रहा है। वह बाजार गयी और उस पेंटिंग की कीमत पता की। उसे बड़ा आश्चर्य हुआ कि वह पेंटिंग वास्तव में मिलियन डॉलर की थी...!!_

_वह भागी-भागी एक बार फिर पिकासो के पास आयी और बोली, 'सर आपने बिलकुल सही कहा था। यह तो मिलियन डॉलर की ही पेंटिंग है।'_

_पिकासो ने हँसते हुए कहा,'मैंने तो आपसे पहले ही कहा था।'_

_वह महिला बोली, 'सर, आप मुझे अपनी स्टूडेंट बना लीजिये और मुझे भी पेंटिंग बनानी सिखा दीजिये। जैसे आपने 10 मिनट में मिलियन डॉलर की पेंटिंग बना दी, वैसे ही मैं भी 10 मिनट में न सही, 10 घंटे में ही अच्छी पेंटिंग बना सकूँ, मुझे ऐसा बना दीजिये।'_

_पिकासो ने हँसते हुए कहा, _'यह पेंटिंग, जो मैंने 10 मिनट में बनायी है_ ...

_इसे सीखने में मुझे 30 साल का समय लगा है_। _मैंने अपने जीवन के 30 साल सीखने में दिए हैं ..!! तुम भी दो, सीख जाओगी..!!_

_वह महिला अवाक् और निःशब्द होकर पिकासो को देखती रह गयी...!!_

_एक  अध्यापक को 40 मिनट के लेक्चर की जो तनख्वाह दी जाती है ।_

_वो इस कहानी को बयां करती है।एक अघ्यापक के एक वाक्य के पीछे उसकी सालों की मेहनत होती है ।_

_समाज समझता है कि बस बोलना ही तो होता है अध्यापक को मुफ्त की नौकरी है!!!_

*Dedicated to all teachers*

Sunday, April 29, 2018

એક શિક્ષક ઇરછે તો શું કરી શકે ? સત્ય ઘટના

વાત છે ઈ.સ 1996 ની પ્રસંગ છે બનાસકાંઠા જીલ્લા માં અંબાજી તાલુકા નાં સિધખડી ગામ નો સરકાર શ્રી માં થી શિક્ષક તરીકે નિમણૂક પામી રાજકોટ જીલ્લાના ગવરીદડ ગામ ના ઈશ્ર્વર નાનજી ભાઇ પટેલ ઉ.વ 24 તે ગામ ની શાળા માં એક શિક્ષક ની જવાબદારી સાથે પહોંચ્યા 1800 ની વસ્તી 95% આદીવાસી સમાજ ની વસ્તી 80% તદ્દન અભણ અને લગભગ તમામ પુરૂષ દેશી મહુડા ના દારૂ નાં વ્યસન વાળા અંધશ્રદ્ધા ભારોભાર દેવ દેવી સામે બલી પ્રથા તો જાણે સામાન્ય સૌરાષ્ટ્ર ના સારા ગામ માં થી ગયેલ પટેલ પરીવાર નો આ દિકરો તો પહેલાં હેબતાઈ  જ ગયો પણ હકારાત્મક વિચારતા એટલો જ વિચાર આવ્યો કે મને કુદરતે આવી પરીસ્થિતી માં પરિવર્તન લાવવા જ નીમિત બનાવી ને  જ મોકલાવ્યો છે જે થાય તે હરી ઇરછા હું મહેનત કરીશ બદલી માટે ના કોઈ પ્રયાસ નહીં જ કરૂં થોડા ટાઇમ માં સગપણ ની વાત આવી બધાં જ સગાંવહાલાં બદલી કરાવવા પ્રયત્ન શિલ હતા પણ આતો સરદાર પટેલ નો વંશજ પાટીદાર હતો અડગ નિર્ણય પર કાયમ રહ્યો થનાર પત્ની ને આ ગામ ની વાત કરે ને હા ના થઇ જાય પણ ગાંધીજી ને કસ્તુરબા મળે એમ ઈશ્ર્વર ભાઈ ને રેખા બેન નો સંગાથ મળ્યો અને બંને એ લગ્ન કરી પહોંચ્યા કર્મભુમી ટોટલ આચાર્ય સાથે ત્રણ શિક્ષક વાળી શાળા તેમાં એક તો જાણે સરકાર નો જમાઇ કામચોર શાળા એ આવ્યા વગર જ પગાર લે ગામ અભણ કોઈ ફરીયાદ કરે જ નહીં પણ ઈશ્ર્વર ભાઈ ને ખુંચે પોતે જ ફરીયાદી બન્યાં જીલ્લા અધીકારી ઓ નૂં ધ્યાન દોર્યુ તો જીલ્લા અધીકારી એ કામચોર ને શિક્ષા ની બદલે શિસ્ત ભંગ ની નોટીસ ઇશ્ર્વર ભાઈ ને આપી તો બીજી તરફ પેલા કામ ચોર એ ગામ ના બે ત્રણ ભોળા ગ્રામજનો ને ઉશ્કેરી ઈશ્ર્વર ભાઈ ને  ઢોર માર મરાયો 13 દિવશ પાલનપુર હોસ્પીટલમાં રહ્યા પણ ઇશ્ર્વર ભાઈ એક ના બે ના થયા ફરી તેજ ગામ માં ગયા  સમય જતાં વી પી જૈન જેવાં શિક્ષણ પ્રેમી જીલ્લા શિક્ષણ અધીકારી આવ્યા ઈશ્ર્વર ભાઈ ની નિષ્ઠા જોઈ અને તેમને પેલા કામચોર પ્રત્યે કડકાઇ દર્શાવી સમય  જતાં ગ્રામજનો ને સત્ય સમજાયું ગામ ના બાળકો નિયમિત ભણવા આવ્યા બાદ માં સરકાર શ્રી સાથે પત્ર વ્યવહાર કરી શાળા ની નવી ઇમારત બનાવી તેમના પત્ની શિક્ષક ના હોવા છતાં નિયમીત પણે ભણવા લાગ્યા સમય ગયો ગામ ને મહેનત થી 100% વ્યસનમુક્તિ તરફ લઇ ગયા સરકાર સાથે સંકલન કરી ગામ ને રોડ રસ્તા પ્રાથમિક  આરોગ્ય કેન્દ્ર વગેરે ની સવલત આપી ગામ માં 2003 થી સંપુર્ણ બલી પ્રથા થી મુક્તિ આપી આજે ગામ ના 23 યુવોનો શિક્ષક છે 23 યુવતીઓ નર્સ છે ગામે ઈશ્ર્વર ભાઈ ના પત્ની રેખા બહેન ને છેલ્લી 3 ટર્મ થી બીનહરીફ સમરસ સરપંચ બનાવે છે ગામ દારૂ તો દારૂ પણ સોપારી મુક્ત કર્યું છે તેમના બંને સંતાનો ને શિક્ષણ પણ ગામ ની શાળા માં જ આપ્યું છે અને ઈશ્ર્વર ભાઈ ના પીતા ના મૃત્યુ ના બેસણા માં 80 વાહન ભરાઈ ને માણસો આવ્યા હતા પાલનપુર ના હિરા બજાર ના જૈન વ્યાપારી સાથે સંકલન કરી ગામ માં નવી હાઇસ્કુલ બની છે હાલ ગામ ના 5વિધાર્થી ias /ips  ની તૈયારી કરી રહ્યા છે હજી ગામ માં પોતાનું ઘર નથી ભાડે રહે છે
ગામ માં કોઇપણ ચુંટણી માં 90% જેટલું મતદાન થાય છે આધાર કાર્ડ બનાવવા ના હોય કે માં અમૃૠતમ યોજના ના મેડિકલ કાર્ડ ઈશ્વર પોતે જ જવાબદારી લઇ લે છે છેલ્લાં 3 વર્ષ થી આખા ગામ માં એકજ વાર સમુહ રસોડે સમુહ લગ્ન થાય છે  હવે તેમને ગામ માં  ગામના જ નોકરી કરતા યુવાનો નો એક એક પગાર લઇ ને ગામ માં જીમ ચાલુ કર્યું છે 1998 પછી ગામ ની એક પણ પોલીસ ફરીયાદ કે કોર્ટ કેસ નથી થયો ઈશ્ર્વર ભાઈ ની સમજાવટ થી જ સમાધાન કરાવે છે.... આ એક શિક્ષક છે જે ચાણક્ય કહેતા હતા એવા જ .......
કોઇ કોમર્શિયલ બાવા ને વંદન કરતાં આવા ઈશ્ર્વર ભાઈ જેવા શિક્ષક ને મનોમન યાદ કરીએ ........
TOP 10 DIALOGUES OF TEACHERS

¤ If you're not interested then u may leave the class..
.
¤ If you want to talk please get out of the class & talk..
... .
¤ This class is worst then a fish market..
.
¤ Are you here to waste your parents money.. ??
.
¤ Tell me when you all have finished talking..
.
¤ Why you are laughing.. ??

Come here n tell us all, we'll also laugh..
.
.
¤ Do you think teachers are fool..
.
¤ Why do you come to school when u don't want to study..
.
¤ Don't try to act over smart with me..
.
¤ You yes you.. I'm talking to you only don't look back....
એક વિધાર્થી ની શિક્ષકો ને અરજી.

મને જ્ઞાન આપજો....... વિજ્ઞાન તો હું વાંચી લઈશ. મારે શિક્ષા જોઈએ છે..... પરીક્ષા નહી.
શિક્ષક તેના નિરીક્ષણ (observation) માં જ મૂલ્યાંકન (evaluation) કરી શકે છે. તેના માટે પેપર સેટ કરવાની જરૂર પડતી નથી.
• વસંત આવવાની હોય ત્યારે કયું વૃક્ષ પરીક્ષા આપે છે?
• કળી માંથી ગુલાબ થાય એ પહેલા..... ગુલાબ નો છોડ.....એ કળી ને.... એક પણ સવાલ પૂછતો નથી.
• ચકલીઓ ના બચ્ચાઓ.... માળા માં થી પહેલી વાર ઉડે.... એ પહેલા કઈ પ્રવેશ પરીક્ષા (entrance exam) આપે છે? 
• અરે, જ્યાં આકાશ એમને ઉડવાની પ્રેરણા આપતું હોય.... ત્યારે તેઓ માળા માં ગોંધાઈ રહેતા નથી.

તેમને પડવાનો વિચાર સુદ્ધા આવતો નથી કારણ કે તેઓ આકાશ ને જુએ છે.... જમીન ને નહિ.
પપ્પા કહે છે.... આજ ની શિક્ષણ પ્રથા સારી નથી, પણ મેં તો શિક્ષણ પ્રથા ને જોઈ જ નથી. મેં તો ફક્ત શિક્ષકો ને જોયા છે. શિક્ષકો સારા હોય તો શિક્ષણ પ્રથા સારી જ હોય...મને તો એટલી જ સમજ છે.
ડોક્ટર થી દર્દી ની સારવાર માં કોઈ ભૂલ થાય..... અને દર્દી મૃત્યુ પામે તો તમે તેને તબીબી બેદરકારી (medical negligence) કહો છો. તો પછી..... શિક્ષકો ભણાવવા જેવી વાતો ભણાવે નહિ અથવા ન ભણાવવા જેવી વાતો ભણાવે તો એને શૈક્ષણિક બેદરકારી (educational negligence) કેમ ન કેહવાય?

તબીબી બેદરકારી (medical negligence) થી તો ફક્ત એક વ્યક્તિ મરે છે. શૈક્ષણિક બેદરકારી (educational negligence) થી આખો સમાજ મરે છે. તમને મળેલી એ પીરીયડ ની મિનિટ દેશ નું ભવિષ્ય બદલી શકે છે. આ વાત ની તમને તો ખબર જ હશે ને!!!

પ્રિય શિક્ષકો...... મને માહિતી (information) અને જ્ઞાન (knowledge) વચ્ચે નો તફાવત ખબર નથી. એ તો તમારે જ સમજાવવો પડશે. પાઠ્ય પુસ્તકો બોલી શકતા નથી. વિજ્ઞાન ના પાઠ્ય પુસ્તક માં ઝીંદગી કેમ જીવવી એના વિષે તો ઉલ્લેખ જ નથી. સમાજ ના કોયડાઓ કેમ ઉકેલવા..... એવું તો ગણિત માં એકેય ઉદાહરણ જ નથી. અમે તો વિદ્યાર્થીઓ છીએ.... અમને ઉદાહરણ વગર ન સમજાય. જો ગણિત - વિજ્ઞાનની ચોપડીઓ જ સમાજ ઘડતી હોત તો આ લકવાગ્રસ્ત સમાજ (paralyzed society) ના ખરાબ વ્રણ (bed sore) અમારે વિદ્યાર્થીઓ ને જોવા ન પડત.

ગ્લાસ અડધો ખાલી છે કે ભરેલો.... મારે ફક્ત એ નથી જાણવું. મારે એ પણ જાણવું છે કે ગ્લાસ માં નું અડધું પાણી ક્યાં ગયું હોઈ શકે? ગ્લાસ માં રહેલા પાણી ની રચના (composition) શું છે? ગ્લાસ શેનો બનેલો છે? ગ્લાસ નો અને પાણી નો સંબંધ શું?

મારી બાળ સહજ નિર્દોષતા નું બાષ્પી ભવન કરે..... મારે એવો શિક્ષક નથી જોઈતો.
જે મારા માં રોજ નવી કુતુહલતા નું સિંચન કરે.... મારે એવો શિક્ષક જોઈએ છે.

મને જવાબ આપે એવો શિક્ષક મને ન પોસાય. મારા માં જે સવાલો ઉભા કરે... મારે એવો શિક્ષક જોઈએ છે.

જો ૧૮ વર્ષ ની ઉંમર પછી પુખ્ત થયેલા લોકો (શારીરિક પુખ્તતા ની વાત કરું છું... માનસિક નહિ) ને મત આપી સરકાર ચુંટવાનો અધિકાર છે...... (અરે બુદ્ધિશાળી લોકો.... મત આપી આપી ને પણ તમે પાંગળી સરકાર જ ચૂંટો  છો ને!) તો પછી અમને વિધાર્થીઓ ને અમારી પસંદ ના શિક્ષકો ચુંટવાનો કેમ અધિકાર નથી?

૩૫/૪૫/૬૦/૧૨૦ મિનિટ ના પીરીયડ માં અમારા પર રોજ રોજ શૈક્ષણિક બરબાદી થાય.... એ આ દેશ ની સરકાર ને મંજુર હશે. અમે દેશ નું ભવિષ્ય છીએ, દેશ ના ભવિષ્ય ને આ મંજુર નથી. સમાજ ના માપદંડો મારા ખભ્ભા ઉપર લાદી ને.... મને અપાહિજ ન બનાવતા. વાલીઓ ની સાથે સાથે.... પ્રિય શિક્ષકો.... તમને પણ કહું છું.......તમારી જે કઈ અપેક્ષાઓ છે એ તમારી પાસે જ રાખજો. તમારી અપેક્ષાઓ નું મને વજન લાગે છે. મારે દેશ ઊંચકવાનો છે. ખોખલા વિચારો નહિ. વર્ગખંડ માં પ્રથમ કે દ્વિતીય આવવાના સપનાઓ આપી ને.... મારી આંખો ને બગાડશો નહિ. મારી આંખો ને.... આંખો માં સમાય નહિ.... એવા સપનાઓ આપજો. ભારત નિર્માણ નું સ્વપ્ન. નીચે પડવાનો ડર... મને બતાવશો નહિ. મને ફક્ત આકાશ બતાવજો. મારે ઉડવું છે. મને તમારી ઝીંદગી ની નિરાશાઓ ના સ્પંદનો (vibrations) ભૂલે ચુકે પણ આપતા નહિ. મારે હકારાત્મકતા (positivity) જોઈએ છે.

ટુથ પેસ્ટ ની ટ્યુબ માંથી બહાર નીકળેલી ટુથ પેસ્ટ ને.... ફરી પાછી.....અંદર નાખવી હોય તો એ વાત અશક્ય કેહવાય. મારે એવું શીખવું નથી. ૧૦ cc ની syringe માં ભરી.... એ બહાર નીકળેલી ટુથ પેસ્ટ ને.... ફરી પાછી અંદર નાંખી જ શકાય.... મારે એવું શીખવું છે.

અશકય હોય એવી એક પણ શક્યતા ને મારે ઓળખવી નથી. મારે વ્યસ્ત રહેવું છે.... ભારત નિર્માણ માં. શિક્ષકો.... તમે મને કરેલી સારી કે ખરાબ દરેક વાત... મને આજીવન યાદ રહેશે. મારી ‘માં’ ના ચેહરા પછી હું સતત કોઈ નો ચેહરો જોતો હોવ તો એ એક સારા શિક્ષક નો છે. તમારી વાતો.... મારું વર્તન નક્કી કરશે. તમારો અભિગમ.... મારો પણ અભિગમ બનશે.

પ્રાર્થના કરું છું.....
મારા મમ્મી- પપ્પા એ મને સોંપ્યો છે તમને....એવી ઉંમર માં....
જયારે હું  વળી શકું છું.... કોઈ પણ દિશા માં..........
ઢળી શકું છું... કોઈ પણ આકાર માં.

પ્રિય શિક્ષકો.... તમે માળી છો.... ઈશ્વરે ઉગાડેલા બગીચા ની તમે કાળજી રાખો છો. એક પણ કળી મુરઝાય નહિ..... એનું ધ્યાન રાખશો ને? ચંપો , ચમેલી , પારિજાતક અને આ બગીચા માં રહેલા દરેક ફૂલ વતી હું એક ગુલાબ આપને વિનંતી કરું છું. મને શિક્ષણ નો માર કે દફતર નો ભાર આપશો નહિ. મને દંભીપણાનું આવરણ આપશો નહિ. મને વાતાવરણ આપજો કે જેમાં હું ખીલી શકું. સત્ય બોલવું સૌથી સહેલું છે. મને એ જ ગમશે. ભારત ના સ્વાસ્થ્ય માટે પણ એ જ સારું છે. મારી આંખો માં આંસુ આવે તો મને ફક્ત રૂમાલ ન આપશો..... એ આંસુઓ શું કામ આવ્યા છે? એનું કારણ પણ શોધવાનો પ્રયત્ન કરશો.

મેં સાંભળ્યું છે.... શિક્ષક ના શર્ટ ને ક્યારેય કોલર નથી હોતા. શિક્ષક ના પેન્ટ ને ખિસ્સા પણ નથી હોતા જેમાં કશુંક મૂકી શકાય. ટ્યુશન કરી ને શિક્ષક પોતાનું ઘર ચલાવી શકે, સમાજ નહિ. શિક્ષક ની મુઠ્ઠી ક્યારેય બંધ નથી હોતી કારણકે શિક્ષકે કશું જ લેવાનું નથી હોતું . ફક્ત આપવાનું હોય છે. ખુલ્લી હથેળીઓ વાળો હાથ જ શિક્ષક નો હોઈ શકે. નિ:સ્વાર્થ પરોપકાર ની ભાવના લઇ ને જનમ્યા હશો, અને ખરેખર ભાગ્ય શાળી હશો...... તો જ મારા શિક્ષક હશો...... કારણ કે એક વિધાર્થી માટે એક શિક્ષક ઈશ્વર છે. ઈશ્વર પોતાની પદવી બહુ આસાની થી કોઈ ને આપતો નથી. શિક્ષક બન્યા છો તો નક્કી ભાગ્યશાળી જ હશો. શિક્ષક ના ચોક ની તાકાત સંવિધાન બદલી શકે છે. દેશ ની સરહદ પર રહેલો જવાન દેશ બચાવે છે..... અને શિક્ષક દેશ બનાવે છે.

પ્રિય શિક્ષકો..... તમે દેશ નું સૌથી મોટું નિવેશ (investment) છો. કાળા પાટિયા પર સફેદ ચોક થી લખતાં હાથ આ દેશ નો ઇતિહાસ ફક્ત સમજાવી જ નહિ...... બનાવી પણ શકે છે. સમાજવિદ્યા માં આવતો ઇતિહાસ બદલી શકાય છે..... વિધાર્થીઓ તૈયાર છે.... ઇતિહાસ બદલવા.

શિક્ષકો તૈયાર છે?