Creator

Creator
Jayanti I Parmar

Sunday, December 29, 2019

યાદ રાખવાની તરકીબો...

૦૧) વૌઠાને મળતી સાત નદીઓ :
*હા સામે માવા ખાશે*
હા : હાથમતી
સા : સાબરમતી
 મે : મેશ્વો
મા : માજુમ
વા : વાત્રક
ખા : ખારી
શે : શેઢી

(૦૨) ગુજરાતની આઠ નગરપાલિકાઓ :
*રાજુભા અમે જાસુ ગાંવ*
રા : રાજકોટ
જુ : જૂનાગઢ
ભા : ભાવનગર
અમે : અમદાવાદ
જા : જામનગર
સુ : સુરેન્દ્રનગર
ગાં : ગાંધીનગર
વ : વડોદરા

(૦૩) ભારતના કૃત્રિમ સરોવરો: *ગોગાના કસમ*
ગો : ગોવિંદસાગર (સતલજ) હિમાચલ પ્રદેશ
ગા : ગાંધીસાગર (ચંબલ) મધ્યપ્રદેશ
ના : નાગાર્જુન સાગર (કૃષ્ણા) આંધ્રપ્રદેશ
ક : કૃષ્ણરાજ સાગર (કાવેરી) કર્ણાટક
સ : સરદાર સરોવર (નર્મદા) ગુજરાત
મ : મિઝામ સાગર (ગોદાવરી) તેલંગાણા

(૦૪) ભારત સરકારની નવી નોટના ચિત્રો :
*કોહરા સાલામ*
કો : કોણાર્ક નું સૂર્યમંદિર ૱૧૦/-
હ : હમ્પી નું સ્મારક ૱૫૦/-
રા : રાણી ની વાવ (રાણકીવાવ) ૱૧૦૦/-
સા : સાંચી નો સ્તૂપ ૱૨૦૦/-
લા : લાલ કિલ્લો ૱ ૫૦૦/-
મ : મંગળયાન ૱૨૦૦૦/-

(૦૫) ભારતના મહત્વના અણુ વિદ્યુત મથકો :
*તારા કાન કોક કાપે*
તા : તારાપુર (મહારાષ્ટ્ર)
રા : રાવતભાટા (રાજસ્થાન)
કા : કાકરાપાર (ગુજરાત)
ન : નરોરા (ઉત્તરપ્રદેશ)
કો : કોટા (રાજસ્થાન)
ક : કલ્પકમ (તમિલનાડુ)

(૦૬) ભારતની સીમા પરના પાડોશી દેશો :
*બચપન માં MBA કર્યું*
બ : બાંગ્લાદેશ
ચ : ચીન
પ : પાકિસ્તાન
ન : નેપાળ

M : મ્યાનમાર
B : ભૂટાન
A : અફઘાનિસ્તાન

(૦૭) ભારતમાંથી કર્કવૃત પસાર થતા રાજ્યો :
*મમ્મી પણ ગુજરાતી છે*
મ : મધ્યપ્રદેશ
મી : મિઝોરમ
પણ : પશ્ચિમ બંગાળ
ગુ : ગુજરાત
જ : ઝારખંડ
રા : રાજસ્થાન
તી : ત્રિપુરા
છે : છત્તીસગઢ

(૦૮) ગુજરાતમાંથી કર્કવૃત પસાર થતા જિલ્લાઓ :
*કપાસ મેં આગ*
ક : કચ્છ
પા : પાટણ
સ : સાબરકાંઠા
મેં : મહેસાણા
આ : અરવલ્લી
ગ : ગાંધીનગર

(૦૯) ચલણી નાણું રૂપિયો ધરાવતા દેશો :
*ભારત સે મામાશ્રીને પાઈ રૂપિયાકી થેલી*
ભારત
સે : સેસેલ્સ
મા : માલદીવ
મા : મોરીશસ
શ્રી : શ્રીલંકા
ને : નેપાળ
પા : પાકિસ્તાન
ઇ : ઇન્ડોનેશિયા

(૧૦) ભારતમાં વધુ ઉત્પાદિત થતો પાક :
*નમક*
ન : નાળિયેર
મ : મગફળી
ક : કેળા

(૧૧) ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો :
*ચલો દિલ દેદો આપ*
ચ : ચંદીગઢ
લો : લક્ષદ્વીપ
દિલ : દિલ્હી
દે : દીવ અને દમણ
દો : દાદરા અને નગર હવેલી
આ : આંદામાન નિકોબાર
પ : પોન્ડેચેરી

(૧૨) બંગાળની ખાડીમાં મળતી નદીઓ :
*બુમ્હા કી ગોદ મે ગંગા*
બુમ્હા
કી : કૃષ્ણા / કાવેરી
ગોદ : ગોદાવરી
મે : મહાનદી
ગંગા

(૧૩) રીંછ ના અભયારણ્ય :
*બેશીજા DJ*
બે : બાલાસિનોર
શી : શીનમહાલ
જા : જાંબુઘોડા
D : ડેડીયાપાડા
J : જેસોર

(૧૪) પાકિસ્તાન સાથે જોડાયેલ રાજ્યો :
*પંગુરાજ*
પં : પંજાબ
ગુ : ગુજરાત
રા : રાજસ્થાન
જ : જમ્મુ કાશ્મીર


〰〰〰〰〰〰〰〰〰〰〰〰

Saturday, December 28, 2019

ન ખોફ, કાળા પાટીયાનો...

આ કાળું પાટિયું ને ચોક, લ્યો જવાબ, લખો !
તમારા હાથ વત્તા કેટલાં ગુલાબ ? લખો !

ખરું ને ? શોખ છે તમને પ્રથમથી ફૂલોનો
તો કેમ બાગમાંથી લાવ્યા ખાલી છાબ ? લખો !

ફરી પૂછું છું કે શું અર્થ છે આ જીવતરનો ?
લ્યો, ચોક લ્યો, અને આ પ્રશ્નનો જવાબ લખો !

ખરાબ સ્વપ્નથી નંબર વધે છે ચશ્માંના
તો કેવા સ્વપ્નને કહેશો તમે ખરાબ ? -લખો !

લખો, લખો કે છે તમને તો ટેવ લખવાની
બધા તમારા આપઘાતના હિસાબ લખો !

આ કાળા પાટિયાનો ખોફ કેમ રાખો છો ?
તમે સમર્થ છો, લ્યો ચોક, ‘આફતાબ’ લખો !

– રમેશ પારેખ

Monday, December 9, 2019

બાળકો ( વિધ્યાર્થીઓ ) માટે જરૂરી...

બાળકો જ્યારે  .. આશોભનીય વર્તન કે વ્યવ્હાર કરે ..
ત્યારે  તમારા ..32 દાંત બતાવી હસવાનું ન રાખો.
તમારા 32 દાંત જોઈ બાળક વધારે પ્રોત્સાહિત થાય છે..

50 થી 60 વર્ષ પહેલાં ઘરમાં એક પ્રકારની મમ્મીની કે પપ્પાની ધાક હતી...સ્કૂલ મા શિક્ષકો ની ધાક હતી..

ઘરમાં માઁ બાપનો હાથ અને સ્કૂલમાં ટીચરની લાકડી ઉપડતી જ્યારથી બંધ  થઈ ત્યાર થી પોલીસ ની લાકડીઓનો માર વધી ગયો...ભાષા ઉપર નું નિયંત્રણ જતું રહ્યું...

એવું ન વિચારતા એ સમયે વડીલોને બાળકો ઉપર પ્રેમ ન હતો. અરે પ્રેમ તો એટલો હતો કે એ સમયે ઘરડાઘર નું પ્રમાણ નહીવત જેવું હતું હવે દરેક ચાર રસ્તે ઘરડાઘર ખુલવા લાગ્યા છે...
કુમાળા મગજ માં બાવળ વાવી કેરી ની અપેક્ષા કેવી રીતે રખાય...?

ડિસિપ્લિન ઘરથી અને ઘડતર સ્કૂલ થી ચાલુ થાય છે. જેનો સ્પષ્ટ અભાવ સમાજવ્યવસ્થા ઉપર આજે દેખાઇ રહ્યો છે....

સમય પ્રમાણે ઘરમા આવી જવું. વડીલો સાથે સભ્યતાથી વર્તન વ્યવહાર કરવો.. ઘર ની બહાર નીકળીયે ત્યારે આંખ ના ઈશારાથી કંટ્રોલ કરવાની રીત માઁબાપ ની અનોખી હતી. બહાર તોફાન કરતા બાળકો પણ આંખની ભાષા ઉપર સમજી  લેતા. ઘરે પહોંચ્યા પછી..માર પડવા નો...

આજે બાળકોને બોલવાનું કોઈ ભાન નથી હોતું.  નાના મોટા નું કોઈ જ્ઞાન નથી..

કોઈ ના ઘરે સોફા, ફર્નિચર ઉપર કુદતા અથવા ઘરમાં કોઈ પણ જાત નું નુકશાન કરતા બાળકોને તેના માઁ બાપ રોકતા નથી..અથવા નજર અંદાજ કરતા હોય છે....
માઁ બાપના આવા વિચિત્ર વર્તન થી ઘણી વખત સામેની વ્યક્તિ દુઃખી થાય છે. અથવા તેમના બાળકોને ઠપકો તેમના માઁ બાપ ને બદલે પોતે આપવો પડે છે...

બાળકોના ખરાબ વર્તન વ્યવહાર ઉપર હસી તાળીઓ પાડી તેને પ્રોતસહિત કરતા માઁ બાપ એજ બાળકો પાસે ઘડપણમાં સારા વર્તન વ્યવહાર ની અપેક્ષા રાખતા હોય છે...

મહેમાન આવ્યા હોય ત્યારે તેની સામે ડાન્સ કરાવી પોતાની જાત ને ફોરવર્ડ સમજતા માઁ બાપ પોતાના બાળકો ને ગાયત્રી મંત્ર..કે હનુમાન ચાલીસા બોલતાં પણ શીખવાડતાં નથી..

આધુનિકતાની દોડ પોતાના બાળકોને સર્વ શ્રેષ્ઠ બનાવવાની હરીફાઈમાં સંસ્કૃતિ ને લાજે તેવું વર્તન માઁ બાપ કરવા લાગ્યા છે...

સમય સાથે આધુનિકતા સ્વીકારવી જોઈયે પણ આધુનિકતાના નામે બાળકો ને સ્વચ્છંદી બનાવી આપણે આપણા પગ ઉપર કુહાડો નથી મારતા ને ?

અમારા ઘરે...આવેલ એક બાળક આખા ઘર માં ફરીને બોલ્યો.
અંકલ તમારી પાસે LCD TV નથી..અમારા જેવું..મોટું ફ્રીજ નથી ફોન નથી, કાર છે?
મેં કીધું નથી...
એટલે  એ બાળક બોલ્યો, અંકલ
તો પછી તમે ગરીબ છો...

બેશરમ તેમના માઁ બાપ તેને વાળવાને બદલે હસવા લાગ્યા...

મેં કીધું....બેટા... તારા ઘર મા પૂજા નો રૂમ છે.?

એ બાળક એ તેના મમ્મી પપ્પા સામે જોઈ બોલ્યો.... પૂજા રૂમ ?...એ કેવો હોય...

મેં કીધું આવ બેટા ..તને બતાવું....
પૂજા નો રૂમ જોઈને એ બોલ્યો... ના આવો કોઈ રૂમ અમારે ત્યાં નથી...

બેટા, જેના ઘર માં ભગવાનનું સ્થાન નથી, એ દુનિયાની સૌથી વધુ ગરીબ વ્યક્તિ કહેવાય. પૂછી લે તારા મમ્મી પપ્પા..ને...

બાળક અને તેના મમ્મી પપ્પા નીચી મૂડી કરી સાંભળી રહ્યા....

મિત્રો..
પોપટ બોલે ઘર ની વાણી.. તમે જેવું..બોલો..તેવું તમારા બાળકો બોલે.....કુમળો છોડ હોય ત્યારે જેમ વાળો તેમ વળે..એ યાદ રાખવું...એક વખત જીભ અને હાથ છૂટો થયો પછી તેને રોકવો..મુશ્કેલ છે..