Creator

Creator
Jayanti I Parmar

Wednesday, March 21, 2018

ધોરણ ૧૨ બોર્ડ માં ભણતા વિદ્યાર્થીઓ માટે ખાસ અગત્યનું :-

વિદ્યાર્થીઓ માટે ધોરણ ૧૨ પછી સરકાર દ્વારા B.Voc નામના કોર્સ ની શરૂઆત કરવામાં આવી છે. આ કોર્સ ધોરણ ૧૨ પછી ના કોઈ પણ કોર્સ જેમકે BBA/B.Com/BA કરતા પણ શ્રેષ્ઠ અને ઉચ્ચ કક્ષા નો છે. સરકારી કોર્સ હોવા થી આની વધુ જાહેર ખબર જોવા મળશે નહિ એટલે આ ખુબ જ અગત્ય ની વિગત અહી મેળવો.

કોર્સ ની ખાસીયત:

૧.  B.Voc કોઈ કોલેજ કે યુનિવર્સીટી એ નહિ પણ ખુદ સરકારે UGC અને AICTE દ્વારા બનાવેલો છે.

૨. સરકાર દ્વારા B.Voc માં ધોરણ ૧૨ પછી વિદ્યાર્થીઓ ને તુરત જ નોકરી અથવા રોજગારી આપવામાં આવે છે.

૩. વિદ્યાર્થી ધોરણ ૧૨ પછી તરત જ ભણતા ની સાથે સાથે જ કમાતો પણ થઇ જાય છે.

૪. વિદ્યાર્થી પોતાની કમાણી માંથી જ પોતાની ફી ભરી શકે છે, ઉપરાંત વધારાની આવક પણ મેળવી શકે છે. આમ વાલી માથે બોજ ને બદલે સ્વનિર્ભર થઇ જાય છે.

૫. વિદ્યાર્થી ભણવા ની સાથે સાથે અનુભવ પણ મેળવે છે. જે તેને વિદેશ ભણવા કે કમાવા જવા માં ખુબ જ મદદરૂપ નીવડે છે.

૬. વિદ્યાર્થી ને બીજો કોઈ ડીગ્રી કોર્સ કરવાની જરૂર રેહતી નથી.

૭. વિદ્યાર્થી B.Voc કર્યા બાદ તુરત જ ફૂલ ટાઇમ જોબ મેળવી શકે છે અથવા આગળ MBA/Ph.D જેવા કોર્સ માં એડમિશન મેળવી શકે છે.

૮. વિદ્યાર્થી B.Voc સાથે CA/CS વગેરે કરી શકે છે અથવા સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી પણ કરી શકે છે.

B.Voc ચલાવનાર સંસ્થા:

સરકાર દ્વારા ૧૯૩૬ માં Tata Institute of Social Sciences (TISS) ની રચના કરવામાં આવી છે જે આ કોર્સ આખા દેશ માં ચલાવે છે. તેના કેમ્પસ મુંબઈ, હૈદરાબાદ, ગુવાહાટી, તુલાજપુર વગેરે જગ્યાએ છે.

ગુજરાત માં ક્યાં?

ગુજરાત માં અમદાવાદ ખાતે TISS નું કેમ્પસ શરુ થયેલ છે જ્યાં ધોરણ ૧૨ ની માર્ચ 2018 માં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ B.Voc માં પ્રવેશ મેળવી શકશે.

B.Voc પ્રવેશ પ્રક્રિયા:

૧. વિદ્યાર્થી એ એપ્લીકેશન ફોર્મ TISS-AHMEDABAD ખાતે થી મેળવી ભરવાનું રહેશે.

૨. ફોર્મ વહેલા તે પહેલા ના ધોરણે જ મળશે. ફોર્મ ખાલી થઇ ગયા બાદ મળવા પાત્ર નથી.

૩. ફોર્મ વહેચણી ની શરૂઆત ધોરણ ૧૨ ની પરીક્ષા બાદ તુરંત ચાલુ થશે.

B.Voc પ્રવેશ લાયકાત:

૧. કોઈ પણ પ્રવાહ માં ૪૦% સાથે ધોરણ ૧૨ પાસ કરેલ હોવું જરુરી છે.

૨. કોમર્સ/આટઁસ ના વિદ્યાર્થીઓ ને અગ્રીમતા આપવામાં આવશે.

B.Voc એડમિશન સીટ કેપેસિટી:

૧. એડમિશન સીટ ફક્ત ૧૦૦ હોવાથી એટલા જ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે.

૨. સરકારી કોર્સ હોવા થી કોઈ પણ જાતનું ડોનેશન આપવામાં ભરમાવું નહિ.

૩. આ કોર્સ માં અનામત સુવિધા નથી.

B.Voc ના ફોર્મ મેળવવા સંપર્ક:

Tata Institute of Social Sciences-SVE,
211, Sumel II,
Nr. Gurudwara,
SG Highway,
Bodakdev,
Ahmedabad..

Call: 9978722233 /8141123933 /9924226027
e-mail:admision@millenniummakers.com
 
ખાસ સુચના:

ધોરણ ૧૨ પછી તુરત જ રોજગારી અને ભણતર બંને આપતો આ એક માત્ર કોર્સ છે. જો આપ કોઈ ધોરણ ૧૨ ના વિદ્યાર્થી ને જાણતા હોય તો એના માટે વેહલા તે પેહલા ના ધોરણે તરત જ ફોર્મ મેળવી લેવા વિનંતી છે... 

Friday, March 16, 2018

નોકરી માટેની સલાહ...

👌ડૉ. અબ્દુલ કલામે નોકરી કરવા વાળા માટે આપેલી સોનેરી સલાહ જેને કાયમ જીવનમાં યાદ રાખજો...

👉સમયસર ઓફિસ છોડી દો.

👉કામ એ કયારેય સમાપ્ત ન થનાર પ્રક્રિયા છે. તે કયારેય પુરી નથી થતી.

👉જેવી રીતે અરજદારનુ કામ મહત્વનું છે તેવી જ રીતે તમારો પરીવાર પણ તમારા માટે મહત્વનો છે.

👉જયારે જીવનમાં તમે નિરાશઓથી ઘેરાયેલાં હશો ત્યારે તમારા અરજદાર કે તમારા અધિકારી તમારી મદદ માટે હાથ નહી લંબાવે , પરંતુ આવા સંજોગોમાં તમારો પરીવાર અને મિત્રો જરુર સાથે હશે. તેમના પ્રત્યેની તમારી ફરજ પણ બને છે એ વાત યાદ રાખજો.

👉જીવન માત્ર કામ, ઓફિસ અને અરજદારો પુરતુ સિમિત નથી. એનાથી અતિરીક્ત પણ છે, તમારે પણ સમાજ, સામાજિકતા, મનોરંજન, આરામ, અભ્યાસ અને વાંચન માટે સમયની જરુરીયાત છે. જીવનને વ્યર્થ ના બનાવશો.

👉જે વ્યકતિ ઓફિસમાં મોડે સુધી રોકાય છે તે કઠોર પરિશ્રમ કરવાવાળો વ્યકિત નથી. પણ એ એક એવો મુર્ખ છે કે જે નિર્ધારિત સમયમાં કામ પુર્ણ કરવાની રીત નથી જાણતો.

👉તમે જીવનમાં યંત્ર કે મશીન બનવા માટે કઠોર અભ્યાસ અને સખત મહેનત નથી કરી એ વાત યાદ રાખજો.

👉તમારો બોસ કે તમારી ઉપરનો અધિકારી તમને મોડે સુધી કામ કરવાનું દબાણ આપે છે તો એનો મતલબ એ છે કે એનુ જીવન પણ અસફળ અને નિરર્થક છે. એટલે આ વાત એને પણ સમજાવો.

👌અબ્દુલ કલામ

Wednesday, March 14, 2018

એક ઈન્ટરવ્યુમાં ડૉ. સ્ટીફન હોકિંગે જણાવ્યું હતુ કે, ”21 વર્ષની ઉંમરમાં મારી બધી જ ઉમ્મીદ શૂન્ય થઈ ગયેલ અને ત્યારબાદ જે મળ્યું એ બોનસ છે.”એમની બીમારી તો સારી ના થઈ પણ “વ્હીલચેર” પર બેઠાં-બેઠાં કોમ્પ્યુટરની મદદથી હૉકિંગે આખી દુનિયાને આપેલાં અદ્ભૂત સંશોધનોનો લાભ માનવજાતનેવધુ વિકાસની દિશામાં પ્રેરિત કરે છે. એમનાં ખુદનાં શબ્દોમાં કહ્યે તો “હું શારિરીક રીતે અશક્ત હોવાથી કોમ્પ્યુટરનાં માધ્યમથી જ વાત-ચીત કરી શકું છું પણ મારા દિમાગ અને મનથી હું આઝાદ છું.” ડો. સ્ટીફન હૉકિંગે આજ સુધી મૃત્યુને હંફવીને ભૌતિકશાસ્ત્ર, બ્રહ્માંડ, બ્લેક હોલ અને બિગ બેંગ થિયરી વિશે સંશોધન કરી ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું. આજે 76 વર્ષની ઉંમરે એમની આ વિજ્ઞાનયાત્રા થંભી ગઈ...!!!

 અનંત બ્રહ્માંડના ભેદ ઉકેલનાર, અનંતની સફરે... ... ...!અલવિદા એ સ્ટીફન હોકિંગ ને જમણે આપણને શીખવાડ્યું અને પ્રેરણા આપી કે આટલી બધી ફિઝીકલ ચેલેન્જીસ હોવા છત્તા પણજો આપણી ઈચ્છા શક્તિ દ્રઢ,મજબૂત અને અડગ હોય તો સફળતાને પણ આપણા કદમ ચૂંમવા પડે છ